Hello | હેલો / નમસ્કાર.(helo /namaskAr.) |
Hello | હેલો / નમસ્કાર.(helo /namaskAr.) |
Have a seat | બેસો.(beso.) |
Let me see your resume | તમારા રેઝ્યુમે જોવા દો.(tamArA rejhyume jovA do.) |
Take this | આ લો.(A lo.) |
Tell me a bit about yourself | મને તમારા વિશે થોડું કહો.(mane tamArA vishe thoDuM kaho.) |
My name is Kaushik Lele | મારું નામ કૌશિક છે.(mAruM nAm kaushik Che.) |
I am from Mumbai. | હું મુંબઈનો છું.(huM muMbaIno ChuM.) |
I was born in Mumbai. | મારો જન્મ મુંબઈમાં થયો.(mAro janm muMbaImAM thayo.) |
Primary education took place in Delhi | પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં થયું.(prAthamik shikShaN dilhImAM thayuM.) |
My college was also in Delhi | મારી કૉલેજ પણ દિલ્હીમાં હતી.(mArI k~olej paN dilhImAM hatI.) |
Which college ? | કઈ કૉલેજ ?(kaI k~olej.) |
Delhi Engineering College | દિલ્હી ઇંજિનિઅરિંગ કૉલેજ.(dilhI iMjiniariMg k~olej.) |
From where did you do M.B.A. ? | તમે એમ.બી.એ. ક્યાંથી કર્યું ?(tame em.bI.e. kyAMthI karyuM ?) |
I did MBA from IIM Ahmedabad | મેં એમ.બી.એ આઈ.આઈ.એમ. અમદાવાદમાંથી કર્યું. (meM em.bI.e AI.AI.em. amadAvAdamAMthI karyuM. ) |
Wow | વાહ વાહ!(vAh vAh !) |
How much total experience do you have? | તમારો કુલ અનુભવ કેટલો ?(tamAro kul anubhav keTalo.) |
I have 10 years of experience in IT. | મારો આઈ.ટી.માં દસ વર્ષનો અનુભવ છે.(mAro AI.TI.mAM das varShano anubhav Che.) |
Before that three years in non-IT | એના પહેલાં નૉન-આઈ.ટી. ત્રણ વર્ષ.(enA pahelAM n~on-AI.TI. traN varSh.) |
Which companies have you worked in ? | કઈ કંપનીઓમાં કામ કર્યું છે?(kaI kaMpanIomAM kAm karyuM Che?) |
ABC, PQR and XYZ. Currently in XYZ company | ABC, PQR અને XYZ. હમણાં XYZ કંપનીમાં છું. (ABC, PQR ane XYZ. hamaNAM XYZ kaMpanImAM ChuM.) |
From how many years ? | કેટલા વર્ષથી ?(keTalA varShathI ?) |
From two years. | બે વર્ષથી .(be varShathI .) |
What kind of work do you do currently ? | હમણાં કયા પ્રકારનું કામ કરો છો ?(hamaNAM kayA prakAranuM kAm karo Cho ?) |
I am senior software developer. | હું સિનિયર સોફ્ટવેર ડેવલપર છું. (huM siniyar sophTaver Devalapar ChuM. ) |
Which technologies do you work on ? | કઈ ટેક્નોલોજીમાં કામ કરો છો?(kaI TeknolojImAM kAm karo Cho?) |
Java, Web-Service, Spring | જાવા,વેબ-સર્વિસ, સ્પ્રિંગ. (jAvA,veba-sarvis, spriMg. ) |
Hmm. Who all do you have at home? (Or Who are your family members? ) | હં. તમારા ઘરે કોણ કોણ છે ? (hM. tamArA ghare koN koN Che ? ) |
Mother, Father, two brothers and one sister. | મા-પિતાજી, બે ભાઈઓ અને એક બહેન.(mA-pitAjI, be bhAIo ane ek bahen.) |
Do you live together ? | બધાં સાથે જ રહો છો?(badhAM sAthe j raho Cho?) |
Yes. We all live in Pune. | હા. હમણાં પુણેમાં રહીએ છીએ.(hA. hamaNAM puNEmAM rahIe ChIe.) |
What do your siblings do ? | તમારાં ભાઈબહેનો શું કરે છે?(tamArAM bhAIbaheno shuM kare Che?) |
Elder brother is in bank. | મોટો ભાઈ બેંકમાં છે.(moTo bhAI beMkamAM Che.) |
Other siblings are studying. | બાકી ભાઈબહેનો ભણી રહ્યાં છે.(bAkI bhAIbaheno bhaNI rahyAM Che.) |
What are your hobbies? | તમારા શોખ શું છે?(tamArA shokh shuM Che?) |
I like reading. | મને વાંચવું ગમે છે.(mane vAMchavuM gamE Che.) |
I also like Watching movies, going to treks, listening classical music. | સિનેમા જોવું, ટ્રેકિંગમાં જવું, શાસ્ત્રીય સંગીત સાંભળવું પણ મને ગમે છે. (sinemA jovuM, TrekiMgamAM javuM, shAstrIya saMgIt sAMbhaLavuM paN mane game Che.) |
I write a little as well. | હું થોડુંક લેખન પણ કરું છું.( huM thoDuMk lekhan paN karuM ChuM.) |
Good. | સરસ !(saras !) |
What are your strengths and weaknesses? | તમારાં "સ્ટ્રેંથ્સ અને વીકનેસ" શું છે?(tamArAM "sTreMths ane vIkanes" shuM Che?) |
Positive attitude and dedication. | સકારાત્મક વિચાર / પૉજિટિવ એટિટ્યૂડ અને ડેડીકેશન. (sakArAtmak vichAr / p~ojiTiv eTiTyUD ane DeDIkeshan. ) |
I do every work sincerely. | હું કોઈ પણ કામ દિલ થી કરું છું. (huM koI paN kAm dila thI karuM ChuM.) |
There are my strengths. | આ મારી સ્ટ્રેંથ્સ છે.(A mArI sTreMths Che.) |
But sometimes I get so engrossed in a work that other works get delayed. | પણ ક્યારેક હું એક જ કામમાં એટલો ગૂંચવાઈ જઉં છું, કે બીજા કામમાં મોડું થાય છે. (paN kyArek huM ek j kAmamAM eTalo gUMchavAI jauM ChuM, ke bIjA kAmamAM moDuM thAy Che.) |
I think this is my weakness. | આ મારી વીકનેસ છે એમ મને લાગે છે.(A mArI vIkanes Che em mane lAge Che.) |
Hmm. Ok. | હં, ઠીક.(hM, ThIk.) |
What do you expect from this job ? | તમે આ કામથી શું અપેક્ષા કરો છો ?(tame A kAmathI shuM apekShA karo Cho ?) |
I should get chance to work on good technologies. | સારી ટેક્નોલોજીમાં કામ કરવા મળે.(sArI TeknolojImAM kAm karavA maLe.) |
I think I should get good experience. | સારો અનુભવ મળે એમ મને લાગે છે.(sAro anubhav maLe em mane lAge Che.) |
I wish to get post of Assistant manager. | અસિસ્ટંટ મેનેજરની પોસ્ટ મળે એવી મારી ઇચ્છા છે.(asisTaMT menejaranI posT maLe evI mArI ichChA Che.) |
Going ahead I would like to be senior consultant. | આગળ જઈને સિનિઅર કન્સલ્ટંટ થવો મને ગમશે.(AgaL jaIne siniar kansalTaMT thavo mane gamashe.) |
I am working in that direction. | હું એ દિશામાં પ્રયત્ન કરી રહ્યો છું.(huM e dishAmAM prayatn karI rahyo ChuM.) |
Good. | સરસ !(saras !) |
It was nice talking with you. | તમારી સાથે વાત કરીને આનંદ થયો. (tamArI sAthe vAt karIne AnaMd thayo. ) |
Our H.R. will let you know. | અમારા એચ.આર તમને જણાવશે.(amArA ech.Ar tamane jaNAvashe.) |
Thanks | આભાર.(AbhAr.) |
Thanks. | આભાર.(AbhAr.) |