English | Gujarati |
---|---|
Hello | Hello ( hello ) |
Hey, how come you are here? You were in ABC company, right ? | અરે અહિં કેવી રીતે ? તું તો ABC કંપનીમાં હતો ને ? (are ahiM kevI rIte ? tuM to ABC kaMpanImAM hato ne ?) |
Yes. I left it 2 months back. | હા. બે મહિના પહેલા જ મેં એ કંપની છોડી દીધી. (hA. be mahinA pahelA j meM e kaMpanI ChoDI dIdhI.) |
Wow!! But why did you leave ? | વાહ !! પણ શા માટે છોડી ? (vAh !! paN shA mATe ChoDI.) |
I was not getting good work there. | ત્યાં મને સારું કામ મળતું નહોતું. (tyAM mane sAruM kAm maLatuM nahotuM.) |
Which technology was used in work ? | કઈ technology માં કામ થતું હતું ? (kaI "technology"mAM kAm thatuM hatuM ?) |
Core Java | કોઅર જાવા. (koar jAvA.) |
Which technologies are here ? | અહિં કઈ technology છે? (ahiM kaI "technology" Che?) |
Core java and spring, hibernate | Core Java અને Spring, Hibernate ( “Core Java” ane “Spring”, “Hibernate” ) |
Great !! How much hike did you get ? | ગ્રેટ !! hike કેટલી મળી ? (greT !! “hike” keTalI maLI ?) |
40%. There I had package of 4. Here I got 5.6 | ચાળીસ ટકા. ત્યાં ૪નું પેકેજ હતું. અહિં ૫.૬ મળ્યું. (chALIs TakA. tyAM 4 nuM pekej hatuM. ahiM 5.6 maLyuM.) |
Is completely fix ? | આખું fix છે? (AkhuM “fix” Che?) |
No. 0.6 of that is variable. | ના. એમાંથી ૦.૬ variable છે. (nA. emAMthI 0.6 “variable” Che.) |
And how much is your total experience ? | અને તારો કુલ experience કેટલો થયો ? (ane tAro kul “experience” keTalo thayo ?) |
Eight years | આઠ વરસ. (ATh varas.) |
How many years were you there ? | ત્યાં કેટલા વરસ હતો ? (tyAM keTalA varas hato ?) |
4 Years | ચાર વરસ. (chAr varas.) |
Had you stayed there for one more year, you would have got gratuity | ત્યાં હજી એક વરસ રોકાઈ જાત તો gratuity મળી જાત. (tyAM hajI ek varas rokAI jAt to “gratuity” maLI jAt.) |
Yes. But I was bored there. I could not see growth there | હા. પણ ત્યાં બહુ કંટાળી ગયો હતો. ત્યાં કંઈ growth નહોતી દેખાતી. (hA. paN tyAM bahu kaMTALI gayo hato. tyAM kaMI “growth” nahotI dekhAtI.) |
How is this company ? | આ કંપની કેવી લાગે છે? (A kaMpanI kevI lAge Che?) |
It is good | સારી છે. (sArI Che.) |
How much work-pressure ? | Work-pressure કેટલું રહે છે? (“Work-pressure” keTaluM rahe Che?) |
It is OK. Not much. Work will be "Nine-to-six" | ઠીક છે. એટલું બધુ નથી. "Nine-to-six" કામ હોય છે. (ThIk Che. eTaluM badhu nathI. "Nine-to-six" kAm hoy Che.) |
How do you travel to office? | Office કેવી રીતે આવે છે ? (“Office” kevI rIte Ave Che.) |
By company bus | કંપનીની બસથી. (kaMpanInI basathI.) |
How much time it takes ? | કેટલી વાર લાગે છે ? (keTalI vAr lAge Che.) |
1 hour. | એક કલાક. (ek kalAk.) |
Where do you live ? | તું ક્યાં રહે છે? (tuM kyAM rahe Che?) |
It is near. At "Rahul Garden City". It is highway touch place. | પાસે જ. "રાહૂલ Garden City" માં". High-way પાસે છે. (pAse j. "rAhUl Garden City"mAM. “High-way” pAse Che.) |
Did you buy flat ? | તેં flat ખરીદ્યો છે? (teM “flat” kharIdyo Che?) |
No. It is rented. | ના. ભાડે રહું છું. (nA. bhADe rahuM ChuM.) |
Are you looking for house ? | તું શોધી રહ્યો છે? (tuM shodhI rahyo Che?) |
Yes, search is going on | હા. તપાસ તો ચાલૂ છે. (hA. tapAs to chAlU Che.) |
My friend booked in "Nature Park". 2BHK | મારા મિત્રએ "nature park"માં બુક કર્યો. 2BHK. (mArA mitrae "nature park"mAM buk karyo. “2BHK”.) |
How much did it cost ? | કેટલામાં મળ્યો ? (keTalAmAM maLyo ?) |
30 Lakhs | ત્રીસ લાખમાં. (trIs lAkhamAM.) |
It is cheap then. How much is rate there ? | સસ્તો છે. ત્યાં કેટલો રેટ છે? (sasto Che. tyAM keTalo reT Che?) |
2000 | બે હજાર. (be hajAr.) |
I will also go and see it. | હું પણ જઈને જોઈશ. (huM paN jaIne joIsh.) |
Go for sure. | જરૂર જજે. (jarUr jaje.) |
I leave now. I have one meeting now. | ચાલો, હવે હું નિકળું છું. અત્યારે એક meeting છે. (chAlo, have huM nikaLuM ChuM. atyare ek “meeting” Che.) |
OK. What is your number? | OK. તારો નંબર શું છે? (OK. tAro naMbar shuM Che?) |
I have your number with me. I give you miss-call | મારી પાસે તારો નંબર છે. હું "miss-call" કરીશ. (mArI pAse tAro naMbar Che. huM "miss-call" karIsh.) |
Fine | ભલે . (bhale.) |
Bye | bye ( bye ) |
Bye | bye ( bye ) |