Hey, take your vehicle to side | અરે, ગાડી બાજુમાં લો. (are, gADI bAjumAM laI lo.) |
Hey, did you hear ? | અરે, સાંભળ્યું કે? (are, sAMbhaLyuM ke?) |
Bring your vehicle to side | ગાડી બાજુમાં લઈ લો. (gADI bAjumAM laI lo.) |
What happened Sir | શું થયું સાહેબ ? (shuM thayuM sAheb ?) |
You jumped signal | તમે સિગ્નલ તોડ્યો. (tame signal toDyo.) |
No Sir | ના સાહેબ. (nA sAheb.) |
How come no? | કેમ ના? (kem nA?) |
It is true, Sir | સાચું છે સાહેબ. (sAchuM Che sAheb.) |
That car was going, And I was just following it | એ ગાડી જઈ રહી હતી એની પાછળ જ હું જઈ રહ્યો હતો. (e gADI jaI rahI hatI enI pAChaL j huM jaI rahyo hato.) |
Don't tell me about that car. Tell me about you | એ ગાડી વિશે મને ના બોલો. તમે તમારૂં બોલો. (e gADI vishe mane nA bolo. Tame tamArUM bolo.) |
I am telling truth Sir. When I came to this square, Signal was ON | સાચું કહી રહ્યો છું. હું ચોકમાં આવ્યો ત્યારે સિગ્નલ ચાલુ હતો. (sAchuM kahI rahyo ChuM. huM chokamAM Avyo tyAre signal chAlu hato. ) |
When we moved ahead it went off | અમે આગળ ગયા અને સિગ્નલ બદલી ગયો. (ame AgaL gayA ane signal badalI gayo.) |
But it means you broke the Signal. Didn't you ? | પણ એટલે તમે સિગ્નલ તોડ્યો ને ? (paN eTale tame signal toDyo ne ? ) |
You broke the rule. You must pay fine | નિયમ તોડ્યો છે તો હવે દંડ ભરવો પડશે. (niyam toDyo Che to have daMD bharavo paDashe.) |
You have to pay for ticket/receipt | પાવતી બનાવી પડશે. (pAvatI banAvI paDashe.) |
Why unnecessarily ticket, Sir | કારણ વગર પાવતી શા માટે ? (kAraN vagar pAvatI shA mATe ?) |
I did not do it purposely | મેં જાણીજોઈને કર્યું નથી. (meM jANIjoIne karyuM nathI.) |
Sir, I am staying here for last three years | સાહેબ હું ત્રણ વર્ષોથી અહીં રહું છું. (sAheb huM traN varShothI ahIM rahuM ChuM.) |
But I never broke rule even once | એક પણ વાર મેં નિયમ નથી તોડ્યો. (ek paN vAr meM niyam nathI toDyo.) |
Let me see license | લાયસન્સ દેખાડો. (lAyasans dekhADo.) |
Take this | આ લો. (A lo.) |
Vehicle has outside(other state) registration | ગાડી તો બાહરની છે. (gADI to bAharanI Che.) |
Have you taken N.O.C. | એનઓસી કઢાવી છે ? (enaosI kaDhAvI Che ?) |
Yes. I have | હા, છે. (hA, Che.) |
Take this | આ જુઓ. (A juo.) |
Let me see P.U.C. | પીયુસી દેખાડો. (pIyusI dekhADo.) |
That is also there. I took it just day before yesterday | એ પણ છે. પરમ દિવસે જ કઢાવી છે. (e paN Che. param divase j kaDhAvI Che.) |
Where is insurance policy | ઇન્સ્યોરન્સ પોલિસી ક્યાં છે? (insyorans polisI kyAM Che?) |
Let me see | જોવા દો. (jovA do.) |
It is this. See | આ જુઓ. (A juo.) |
Is this valid ? | હજુ ચાલુ છે? (haju chAlu Che?) |
Yes, Sir. | હા સાહેબ. હજુ છ મહિના છે. (hA sAheb. haju Ch mahinA Che.) |
All documents are correct. | દસ્તાવેજ/ડોક્યુમેંટ તો બધા ઠીક છે. (dastAvej/DokyumeMT to badhA ThIk Che.) |
But you jumped signal; so you must take ticket | પણ સિગ્નલ તોડ્યો એની પાવતી તો કરવી જ પડશે. (paN signal toDyo enI pAvatI to karavI j paDashe.) |
Pay 500 rupees | પાંચસો રૂપિયા આપો. (pAMchaso rUpiyA Apo.) |
But Sir. It was really not my mistake | પણ સાહેબ, ખરેખર મારી ભૂલ નહોતી. (paN sAheb, kharekhar mArI bhUl nahotI.) |
Are you paying for ticket or you will take license from court | તમે પાવતી કરો છો કે લાયસન્સ કોર્ટમાંથી લેશો ? (tame pAvatI karo Cho ke lAyasans korTamAMthI lesho ?) |
Sir. Please take these 50 rupees | સાહેબ આ પચાસ લઈ લો ને ! (sAheb A pachAs laI lo ne !) |
I have just this much as of now | અત્યારે મારી પાસે આટલાં જ છે. (atyAre mAri pAse ATalAM j Che.) |
I am searching job for three months | હું ત્રણ મહીનાથી જોબ શોધી રહ્યો છું. (huM traN mahInAthI job shodhI rahyo ChuM.) |
Now I am going to interview. That is why in bit hurry | અત્યારે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યો છું. એટલે જરા ઉતાવળમાં છું. (atyAre inTaravyU ne jaI rahyo ChuM. eTale jarA utAvaLamAM ChuM.) |
Sir, please consider and adjust the matter | સાહેબ, એડજસ્ટ કરી લો ને. (sAheb, eDajasT karI lo ne. ) |
Where do you live ? What do you do ? | તમે ક્યાં રહો છો ? અને હમણાં શું કામ કરો છો ? (tame kyAM raho Cho? ane hamaNAM shuM kAm karo Cho ?) |
I stay in Dhankavadi. There I work as part time teacher | ધનકવાડીમાં રહું છું. ત્યાં જ પાર્ટ ટાઈમ ટીચર છું. (dhanakavADImAM rahuM ChuM. tyAM j pArT TAIm TIchar ChuM.) |
Ok. I leave you for now without taking fine. | ભલે. અત્યારે દંડ લીધા વગર છોડી દઊં છું. (bhale. atyAre daMD lIdhA vagar ChoDI daUM ChuM.) |
But if you jump signal again, I won't leave you without giving ticket. | પણ ફરીથી સિગ્નલ તોડશો તો પાવતી કરાવ્યા વગર છોડીશ નહીં. (paN pharIthI signal toDasho to pAvatI karAvyA vagar ChoDIsh nahIM.) |
Thanks you sir. | આભાર સાહેબ (AbhAr sAheb) |