Aunty, How much is lady finger? | માસી, ભીંડા કેટલાના છે ? (mAsI, bhIMDA keTalAnA Che ?) |
Five Rupees for a quarter kilogram | પાંચના અઢીસો (ગ્રૅમ) (pAMchanA aDhIso (gr~em)) |
What is cost of half k.g. | અડધા કિલોના કેટલા ? (aDadhA kilonA keTalA ?) |
Ten for half | દસનાં અડધો કિલો. (dasanAM aDadho kilo.) |
And cabbage? | અને કોબીના ? (ane kobInA ?) |
Ten for quarter k.g. Eighteen for half k.g. | દસની અઢીસો, અઢારની અડધો કિલો. (dasanI aDhIso, aDhaaranI aDadho kilo.) |
It is too expensive | બહુ મોંઘી છે. (bahu moMghI Che.) |
Take ten rupees for half k.g. | દસની અડધો કિલો આપો. (dasanI aDadho kilo Apo.) |
Cannot afford it madam | પોસાતું નથી બહેન. (posAtuM nathI bahen.) |
Ok. Take fifteen for half k.g. | ભલે. પંદરને અડધો કિલો આપો. (bhale. paMdarane aDadho kilo Apo.) |
Ok. Take it. | ભલે, લો. (bhale, lo.) |
What else? | બીજું શું આપું ? (bIjuM shuM ApuM ?) |
Do you have pumpkin? | કોળું છે? (koLuM Che?) |
Yes, why not? | હા, છે. (hA, Che.) |
Please show me | દેખાડો. (dekhAdo.) |
It seems old(not fresh) | વાસી લાગે છે. (vAsI lAge Che.) |
No. It is very fresh. | ના. એકદમ તાજું છે. (nA. ekadam tAjuM Che.) |
Take it home. It will be a tasty vegetable. | ઘરે લઈ જાઓ. સારૂં શાક બનશે.(ghare laI jAo. sArUM shAk banashe.) |
How much is lemon | લિંબુ કેટલાનાં ? (liMbu keTalAnAM ?) |
Five for ten rupees | દસનાં પાંચ. (dasanAM pAMch.) |
I want only two. | મારે બે જ જોઈએ છે. (mAre be j joIe Che.) |
Give four rupees | ચાર રૂપિયા આપો. (chAr rUpiyA Apo.) |
Take it | લો. (lo.) |
What is total | કેટલા થયા ? (keTalA thayA ?) |
Total is twenty | બધુંય મળીને વીસ. (badhuMy maLIne vIs.) |
How come twenty | વીસ કઈ રીતે ? (vIs kaI rIte ?) |
Those vegetables and lemons, considering it all is twenty | શાકભાજીઓ અને લિંબુ; બધુંય મળીને વીસ થયા. (shAkabhAjIo ane liMbu; badhuMy maLIne vIs thayA.) |
I don’t want lady fingers | મારે ભીંડા નથી જોઈતા. (mAre bhIMDA nathI joItA.) |
Ok. It is twelve rupees | ભલે. બારા થયા. (bhale. bArA thayA.) |
Now charge me just ten please. | હવે દસમાં આપો. (have dasamAM Apo.) |
I do not have change | મારી પાસે પરચુરણ નથી.(mArI pAse parachuraN nathI.) |
Its first sale of my day. So not saying “no”. Take it. | દિવસની પહેલી ખરીદી છે.એટલે ના નથી કહેતી. લઈ લો. (divasanI pahelI kharIdI Che. eTale nA nathI kahetI. laI lo. ) |
Give me bag. | થેલી આપો. (thelI Apo.) |
I did not bring bag. | હું થેલી નથી લાવી. (huM thelI nathI lAvI.) |
Wait, I give you plastic bag | ઉભા રહો. હું પ્લેસ્ટિકની થેલી આપું છું. (ubhA raho. huM plesTikanI thelI ApuM ChuM.) |
Take it. | લો. (lo.) |
Its nice that you gave it. | તમે આપી એ બહું સારૂં થયું. (tame ApI e bahuM sArUM thayuM. ) |