| English | Gujarati |
|---|---|
| Please come. Have seat | આવો. બેસો.(Avo. beso.) |
| What is the problem? | શું તકલીફ છે?(shuM takalIph Che?) |
I am suffering from cold | શરદી થઈ ગઈ છે.(sharadI thaI gaI Che.) |
There is temperature | તાવ છે.(tAv Che.) |
| From when? | ક્યારથી ?(kyArathI ?) |
From yesterday morning | કાલ સવારથી.(kAl savArathI.) |
| Ok. Lay down there | બરાબર. ત્યાં સૂઈ જાઓ.(barAbar. tyAM sUI jAo.) |
| Show eyes. | આંખો બતાઓ.(AMkho batAo.) |
| Show tongue. | જીભ બતાઓ.(jIbh batAo.) |
| Open mouth wide | મોઢું આ કરો.(moDhuM A karo.) |
| Let me see throat | ગળું દેખાડો.(gaLuM dekhADo.) |
| Take deep breath. | લાંબો શ્વાસ લો.(lAMbo shvAs lo.) |
| Leave it. | છોડો.(ChoDo.) |
| Take again. | ફરીથી લો.(pharIthI lo.) |
| Leave it. | છોડો.(ChoDo.) |
| OK. Sit there | બરાબર, ત્યાં બેસો.(barAbar, tyAM beso.) |
| Let me check pulse | નાડી બતાવો.(nADI batAvo.) |
| I check B.P. | બી.પી. ચેક કરૂં છું.(bI.pI. chek karUM ChuM.) |
Why is there temperature | શા કારણે તાવ આવ્યો? (shA kAraNe tAv Avyo ?) |
| Nothing serious. | કંઈ ખાસ નથી. / કંઈ ગભરવા જેવું નથી. (kaMI khAs nathI. / kaMI gabharavA jevuM nathI.) |
| May be because of changing weather | હવામાન બદલવાથી થઈ જાય.(havAmAn badalavAthI thaI jAy.) |
| I give you pills for 2 days. Take them | હું બે દિવસની ગોળી આપું છું.(huM be divasanI goLI ApuM ChuM.) લઈ લેજો.(laI lejo.) |
| These two in morning and these 2 in evening | આ બે સવારે અને આ બે સાંજે.(A be savAre ane A be sAMje.) |
Before lunch or after ? | જમ્યા પહેલા કે પછી ?(jamyA pahelA ke paChI ?) |
| Yes, take after eating something. | હા, કશું ખાધા પછી લેશો.(hA, kashuM khAdhA paChI lesho.) |
| Do not take when empty stomach | ખાલી પેટે લેશો નહિ.(khAlI peTe lesho nahi.) |
Anything about diet ? | બીજું કંઈ પથ્ય.(bIjuM kaMI pathy.) |
| Do not take cold water, curd, buttermilk | ઠંડુ પાણી, દહીં, છાશ લેશો નહિ.(ThMDu pANI, dahIM, ChAsh lesho nahi.) |
| Drink boiled water | પાણી ઉકાળીને પીશો.(pANI ukALIne pIsho.) |
| And wear woolen cloths | અને ગરમ કપડા પહેરશો.(ane garam kapaDA paherasho.) |
OK. How much is fee | બરાબર. કેટલી ફી થઈ.(barAbar. keTalI phI thaI.) |
| Hundred rupees | સો રૂપિયા.(so rUpiyA.) |
Thank you. | આભાર.(AbhAr.) |
Should I visit again ? | ફરીથી બતાવવાની જરૂર છે?(pharIthI batAvavAnI jarUr Che?) |
| If temperature is normal then no need | તાવ ઉતરી જાય તો જરૂર નથી.(tAv utarI jAy to jarUr nathI.) |
| If you do not feel well then, please come | બરાબર ન લાગે તો જરૂરથી આવશો.(barAbar n lAge to jarUrathI Avasho.) |
It will do | ભલે(bhalE) |
Thank you. | આભાર.(AbhAr.) |
